સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Update: 2023-07-02 03:58 GMT

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પાંચ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના મત મુજબ 6 જુલાઈથી વરસાદનો ફરી એક રાઉન્ડ થશે શરૂ.. તો વરાપ બાદ જ ખેડૂતોને વાવેતર કરવાની અંબાલાલ પટેલે સલાહ આપી છે, રાજ્યમાં ક્યાં જિલ્લામાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું જાણીએ

Tags:    

Similar News