નર્મદા : ભાજપના MLA ડૉ.દર્શનાબહેન દેશમુખનો બળાપો,કહ્યું મારી પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે

નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું.

Update: 2023-11-21 11:40 GMT

નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય કાર્યકર ધારાસભ્યનું અપમાન કરે છે, કાર્યકરો મારી સામે જોઈને મારી હાંસી ઉડાડે છે. આમ કહી ભાજપના કાર્યકરો પર જ ઊભરો ઠાલવ્યો હતો.

નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી છે. રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર રહયાં હતાંધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે.બધાએ સમય અને ભોગ આપ્યો છે પરંતુ પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે.એક નાનો કાર્યકરો સામે જોઈ જોઈને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો.આ મારું અપમાન નથી ભાજપના ધારાસભ્યનું અપમાન છે.

Tags:    

Similar News