નર્મદા: ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા શેરડી પીલાણની નવી સિઝનનો પ્રારંભ

નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા શેરડી પીલાણની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Update: 2023-10-29 08:53 GMT

નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા શેરડી પીલાણની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 8 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે

નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી 8 લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન માટે શરૂઆત કરાઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તમામ ડીરેકટરો સાથે સ્વામિનારાયણ સંતો, સુગર ફેક્ટરીની સમગ્ર ટીમ અને ખેડુતોએ પૂજા કરીને ફેકટરીને ધમધમતી કરી હતી.ફેક્ટરીની શરૂઆતમાં 700 હેક્ટરમાં વાવેલી ઓર્ગેનિક શેરડીનું પીલાણ 2 મહિના કરવામાં આવશે જેનાથી શુદ્ધ ખાંડ સલ્ફરલેશ ખાંડનું ઉત્પાદન કરી ભારત દેશ સહીત વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.આમ આ ઓર્ગેનિક ખાંડ બનાવવા વાળી દેશની પ્રથમ સુગર ફેક્ટરી નર્મદા ખાંડસરી ઉદ્યોગ ગણાય છે.ભરૂચ નર્મદા જિલ્લામાં 30 હજાર એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે અને 8 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરીને 10 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે

Tags:    

Similar News