નર્મદા : અકસ્માતોને નિવારવા નર્મદા સુગર-દિવ્યજયોતિ ટ્રસ્ટ દ્વારા વાહન ચાલકોના આંખની તાપસનો કેમ્પ યોજાયો...

ગુજરાત રાજ્યની બોર્ડરનો જિલ્લો છે, ત્યારે અહીં મુખ્ય માર્ગો સહિત હાઇવે પર દોડતા મોટા વાહનોના ચાલકો અને ક્લીનરોની નબળી આંખોના કારણે અકસ્માતો સર્જાતા હોય છે.

Update: 2023-12-06 11:55 GMT

નર્મદા જિલ્લાના માર્ગો પર વધી રહેલા અકસ્માતોની નિવારવા માટે નર્મદા સુગર ફેક્ટરી અને દિવ્યજયોતિ ટ્રસ્ટ દ્વારા મોટા વાહનના ચાલકો અને ક્લીનરોની આંખના તાપસ અર્થે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યની બોર્ડરનો જિલ્લો છે, ત્યારે અહીં મુખ્ય માર્ગો સહિત હાઇવે પર દોડતા મોટા વાહનોના ચાલકો અને ક્લીનરોની નબળી આંખોના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. જેના કારણે નર્મદા સુગર ફેક્ટરી અને દિવ્યજયોતિ ટ્રસ્ટ સંચાલિત તેજશ આંખની હોસ્પીટલ, માંડવી દ્વારા વાહનચાલકોના આંખની તપાસણી માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા સુગર ખાતે વાહન ચાલકોના આંખોની તપાસ, બ્લડપ્રેસર સહિત સુગર માપવામાં આવ્યું હતું. આ સાથે જ ડ્રાઈવર તેમજ ક્લીનરોને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા. ઉપરાંત જે વ્યક્તિને મોતિયા અને પડદાનું નુકશાન હોય તેમને નિષ્ણાંત તબીબો પાસે યોગ્ય સારવાર અપાવવામાં આવી હતી. જોકે, ઓપરેશનની જરૂર જણાય તેવા વ્યક્તિનું ઓપરેશન પણ કરવામાં આવનાર છે. જેથી કહી શકાય કે, વધતા અકસ્માતોના બનાવને નિવારવા માટે નર્મદા સુગર ફેક્ટરી અને દિવ્યજયોતિ ટ્રસ્ટનું આ સરાહનીય પગલું છે.

Tags:    

Similar News