ગુજરાત મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસે મીડિયા કો ઓર્ડીનેટરની કરી નિમણૂંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં તમામ પક્ષો પોતપોતાની રીતે એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે.

Update: 2022-08-31 07:12 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં તમામ પક્ષો પોતપોતાની રીતે એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. તેમજ દરેક પક્ષ પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યું છે. ત્યારે ચૂંટણી પહેલાં મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસે મીડિયા કો ઓર્ડીનેટર ની નિમણૂંક કરી છે.રાજ્યમાં નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે.

ત્યારે કોંગ્રેસ સંપૂર્ણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. રાષ્ટ્રીય કોંગ્રેસે ચૂંટણી પહેલા અમદાવાદ અને બરોડાના મીડિયા કો ઓર્ડીનેટરની નિમણૂંક કરી છે. મીડિયા કો ઓર્ડીનેટર તરીકે રાષ્ટ્રીય કોંગ્રેસે રાધિકા ખેરાની નિમણૂક કરી છે.જ્યાં સુધી આગામી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાધિકા ખેરા આ જવાબદારી નિભાવશે.ઉલ્લેખનીય છે કે, મિશન 2022 માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ચૂંટણી પૂર્વે તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા નું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.તારીખ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે.અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડશે.

Tags:    

Similar News