રાજ્યમાં નવરાત્રિ અને ગણેશ મહોત્સવમાં સંભળાશે ડી.જે.ની ગુંજ ? આજ રાત સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા

Update: 2021-09-08 08:44 GMT

છેલ્લા બે વર્ષથી બંધ ડી.જે. અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને તે નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને આજે સાંજ સુધીમાં નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. કોરોનાની લીધે છેલ્લા બે વર્ષથી ડી.જે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીને મળેલી રજુઆત મુજબ છુટછાટ અપાશે. આ નિર્ણય બાદ વર્ષે ગણેશોત્સવની ધૂમધામ ઉજવણી થશે. તેમજ નવરાત્રીમાં પણ ડીજેની રમઝટ જોવા મળી શકે છે.ગત વર્ષ કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ખુબજ ગંભીર બનતા તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પણ હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાથી સરકાર દ્વારા તહેવારો તેમજ ઈન્વેટમાં છૂટછાટ આપી રહી છે.

જન્માષ્ટમીમાં પણ રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવામાં આવી હતી ત્યારબાદ ગણેશ ઉત્સવમાં 8 મહાનગરોના રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. સાથે સરકાર દ્વારા આ વર્ષે તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. ભાદરવી પૂનમ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Tags:    

Similar News