મોંઘી કારમાં નહીં પણ બળદ ગાડામાં જૂની પરંપરા મુજબ જાન નીકળતા લોકો જોતાં રહી ગયા

બળદને પ્રાચીન ભરતગુંથણની જુલ, શિંગડામાં ખોભરા,મથાવટીથી શણગારવામાં આવ્યા હતા. લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

Update: 2024-01-27 13:49 GMT

પોરબંદર એક જમાનામાં લોકો બળદ ગાડા લઇ અને લગ્ન કરવા માટે જતા હતા. વરરાજાની સાથે જાનૈયા પણ ગાડામાં બેસી એક ગામથી બીજા ગામ જાન લઈને જતા હતા. આજે જમાનો બદલાઈ ગયો છે. મોંઘી કાર આવી ગઇ છે અને મોટાભાગના લોકો મોંઘી કારમાં બેસીને પરણવા જાય છે. પરંતુ પોરબંદરમાં રહેતા અને મત્સ્યોઉદ્યોગ સાથે જોડાયેલા પુનીત પ્રેમજીભાઇ ટોડરમલ નામના યુવકની જાન બળદ ગાડામાં નીકળી હતી.

Delete Edit

ગાડાની આગળ બેન્ડવાજા અને જાનૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. શણગારેલા બળદ ગાડામાં જાન નીકળતા લોકોને નવાઈ લાગી હતી અને જાન જોવા માટે ઉભા રહી ગયા હતા. શહેરના રાજમાર્ગો પર શણગારેલા બળદગાડા સાથેની જાન નીકળી હતી. બળદને પ્રાચીન ભરતગુંથણની જુલ, શિંગડામાં ખોભરા,મથાવટીથી શણગારવામાં આવ્યા હતા. લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. આધુનિક યુગમા શણગારેલા બળદ ગાડામાં જાન નીકળતા જૂની પરંપરા તાજી થઇ હતી.

Tags:    

Similar News