કચ્છના રણોત્સવની તર્જ પર કાશી મહોત્સવનું આયોજન,વાંચો શું હશે વિશેષતા

ગુજરાતમાં કચ્છના રણોત્સવ ની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

Update: 2023-01-10 10:47 GMT

ગુજરાતમાં કચ્છના રણોત્સવ ની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરી થી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીમાં ગંગા ઘાટ ના કિનારે એક અદ્ભુત ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેના થકી લોકો ગંગાના કિનારે વૈભવી ટેન્ટ સિટીમાં ગંગા અને વારાણસીની સંસ્કૃતિનો અદ્ભુત નજારો નજીકથી જોઈ શકે છે.વારાણસીની ભૂમિમાં પ્રવાસીઓને કાશીના ધર્મ, કલા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાશી વિશ્વનાથ દર્શન અને ગંગા આરતીમાં ખાસ ભાગ લેવા અહીં આવતા પ્રવાસીઓ માટે સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે પેકેજનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓએ પહેલા નમો ઘાટ પર આવવું પડશે, ત્યારબાદ નાવ વિહાર સાથે કાશીના અનોખા દર્શન કરીને તે ગંગા પાર ટેન્ટ સિટી સુધી પહોંચી શકશે. આ માટે ક્રુઝ બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પેકેજમાં સમગ્ર બનારસના ધર્મ, કલા અને સાહિત્ય નો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બે રાત અને ત્રણ દિવસ કે તેથી વધુ સમય નું પેકેજ લેનારા પ્રવાસીઓને શહેરનો પ્રવાસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, ગંગાના મનોહર કિનારે આવેલા ટેન્ટ સિટી માં પહોંચવા માટે નમો ઘાટ પર પ્રવેશ આપવામાં આવશે.

Tags:    

Similar News