પંચમહાલ : હાલોલમાં ગટર યોજનાથી વિકાસના બદલે વિનાશ, આખો રસ્તો જ બેસી ગયો

Update: 2021-09-28 10:04 GMT

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. કંજરી રોડ પર કરાયેલા ખોદકામ બાદ આખો રસ્તો જ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે...

હાલોલવાસીઓ હાલ ભારે હાલાકી ભોગવી રહયાં છે અને તેનું કારણ છે ભુર્ગભ ગટર યોજનાની કામગીરી.. હાલોલમાંથી પાણીના નિકાલ માટે ભુર્ગભ ગટર યોજના માટે પાઇપ નાખવા ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહયું છે અને છેલ્લા બે વર્ષથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલાં કંજરી રોડ પર ખોદકામ કરી પાઇપલાઇન નાંખવામાં આવી હતી. વરસાદ પડતાંની સાથે આખો રસ્તો જ બેસી ગયો છે. રસ્તાઓ પર ભુવા પડવાના કારણે વાહનચાલકો અને લોકો તેમાં પટકાયને ઇજાગ્રસ્ત થઇ રહયાં છે. 100 કરોડથી વધુ રૂપિયાના ખર્ચથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. શહેરના વિકાસ માટે હાથ ધરાયેલી યોજના હાલ શહેરીજનો માટે વિનાશ નોંતરી રહી હોય તેમ લાગી રહયું છે..

Tags:    

Similar News