પાટણ : 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને રાધનપુર સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય...

Update: 2023-08-02 10:26 GMT

પાટણ જિલ્લાના રાધનપુર સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી. જેમાં આગામી 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમ અંગે રાધનપુર સેવા સદન ખાતે બેઠક યોજાય હતી. જેમાં રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે 15મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેને લઈને આદેશ હાઈસ્કૂલની અધિકારીઓએ મુલાકાત લીધી હતી. 

જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે, ત્યારે બેઠક દરમ્યાન જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.

Tags:    

Similar News