PM મોદી આજે ગુજરાતના BJP કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત

Update: 2022-01-25 04:03 GMT

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરવાની છે. ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. જેની વચ્ચે આજે PM મોદી નમો એપ દ્વારા પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે. ભાજપ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં પેજ પ્રમુખને ખુબ મહત્વનું સ્થાન આપે છે. ભાજપ પેજ પ્રમુખના સહારે પોતાની રણનીતિ પણ બનાવતું હોય છે. હવે આ પેજ પ્રમુખો સાથે PM મોદી સંવાદ કરશે. આ દરમિયાન PM મોદી ચૂંટણીને લઈને પણ માર્ગદર્શન આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપના પાંચ લાખથી વધુ પેજ પ્રમુખો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ સત્ર બાદ વાયબ્રાન્ટ સમિટનું આયોજન થઇ શકે છે. તેમજ પ્રદેશ ભાજપે સંગઠન સ્તરે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં કોર કમિટી, શિસ્ત સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડની કરી રચના કરી છે. તેમજ બોર્ડ-નિગમના નવા ચેરમેનોની નિમણૂંકની તૈયારી પણ શરૂ કરી દીધી છે

Tags:    

Similar News