સાબરકાંઠા : વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ દાખલો, તખતગઢ ગામ કરી રહ્યું છે સૌર ઊર્જાનો ઉપયોગ...

સમગ્ર દેશમાં ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના લોકોએ પ્રાપ્ત કર્યો છે

Update: 2023-03-11 09:53 GMT

સમગ્ર દેશમાં ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના લોકોએ પ્રાપ્ત કર્યો છે. જેમાં 70%થી વધુ ગ્રામજનો હવે સૌર ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે.

સમગ્ર ભારતમાં સૌર ઊર્જા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામે સૌર ઉર્જા અંતર્ગત ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત કર્યો છે. તખતગઢ ગામે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. તેમજ આ ગામ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પણ થયું હતું, ત્યારે આ તબક્કે પાણીની સાથો સાથ હવે તખતગઢ ગામ વીજળી પણ બચાવી રહ્યું છે. ગામમાં 70%થી વધુ લોકો સોલાર પેનલ થકી વીજ ઉર્જા મેળવી રહ્યા છે. જેનાથી હવે ખાનગી કંપનીઓ સાથે એકરૂપતા લાવી તમામ લોકોને સોલાર પેનલ માટે સહમત કરાયા છે. જેના પગલે હવે સમગ્ર ગામમાં સોલાર પેનલ લાગી ચૂકી છે, અને આગામી સમયમાં ગામમાં રહેલા તમામ લોકો હવે સૌર ઊર્જા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, સામાન્ય રીતે વીજળી સરળતાથી મળી રહે તેવી તમામ ગ્રામજનોની અપેક્ષા હોય છે, ત્યારે ખેડૂતોની અપેક્ષામાં પણ સૌર ઊર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. સૌર ઊર્જા થકી તખતગઢ ગામમાં રહેતા તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખુબ ફાયદેમંદ સાબિત થઈ છે. પહેલાના સમયમાં જરૂરિયાત મુજબ વોલ્ટેજ મળતા ન હતા, તેમજ મોટાભાગના વોલ્ટેજ ગામમાં જ વપરાય જતા હતા. જેના પગલે ખેતી માટે પૂરો વીજ પુરવઠો મળતો ન હતો. જોકે, હવે તખતગઢ ગામમાં નવીન પ્રયાસ થકી વિજ પુરવઠાની સંપૂર્ણ બચત કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં સોલાર પેનલ લગાવવાથી ગ્રામજનો વીજળીના બિલ સામે મોટી રાહત મેળવી રહ્યા છે. આ સાથે જ વધારાના કોઈપણ ખર્ચ વિના મફતમાં વીજળી મેળવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News