સાબરકાંઠા : પ્રાંતિજના મધ્યમાંથી પસાર થતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, લોકોને હાલાકી...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.

Update: 2023-11-30 11:35 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું મુખ્ય મથક પ્રાંતિજ શહેર છે, અને શહેરના મધ્યમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસ્માર થયો છે. જેને લઇ પ્રાંતિજ નગરવાસીઓ તેમજ ત્યાંથી રોજે રોજ પસાર થતા હજારો વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જોકે, પ્રાંતિજ તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી, કોર્ટ કચેરી સહિત રેલ્વે સ્ટેશન જેવી તાલુકાની મુખ્ય કચેરીઓ આ રસ્તા પર આવેલ છે, જ્યાં શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી હજારોની સંખ્યામાં પ્રજા પોતાના કામ અર્થે આવતી હોય છે. પરંતુ રોડ બિસ્માર હોવાને લઇ તમામ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક તરફ રાજ્ય સરકાર સુવિધાસભર રસ્તાની મોટી વાતો અને જાહેરાત કરે છે, પરંતુ પ્રાંતિજ શહેરના આ રોડ પરથી પસાર થયા બાદ સરકારની સુવિધા સભર રોડની જાહેરાતનો છેડ ઉડી જાય છે.

Tags:    

Similar News