ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Update: 2023-11-27 16:17 GMT

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે.

કચ્છ , બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર , નવસારી, તાપી , ડાંગ , વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Tags:    

Similar News