રાજ્યમાં ધોરણ 1 થી 9 ની સ્કૂલો થઇ શકે છે ઓફલાઇન,આજે સાંજે આવી શકે છે નિર્ણય

શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે આજે થશે ચર્ચા. આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 1 થી 9ના વર્ગો શરૂ કરવા અંગે થઈ શકે છે

Update: 2022-01-31 11:32 GMT

શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે આજે થશે ચર્ચા. આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 1 થી 9ના વર્ગો શરૂ કરવા અંગે થઈ શકે છે મંથન.કોરોનાના કેસમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મૃત્યુના આંકડા સતત ડરાવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા આગામી નજીકના સમયગાળામાં જ ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કોર કમિટિની બેઠક મળવાની છે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વેક્સિન અંગેનું આયોજન તથા કોરોના સંક્રમણ ઘટતા ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ અંગે મંથન કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે,ગ્રામીણ સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયાં બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો નોંધાયો હતો. જેને 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો આજની બેઠક માં ધોરણ 1 થી 9 ની સ્કૂલો ઓફલાઈન કરવી કે નહિ તેના પર ચર્ચા કરવામાં આવશે માનવામાં આવે છે કે 15 ફેબ્રુઆરીથી આ સ્કૂલ ખોલવામાં આવશે

Tags:    

Similar News