રાજ્ય સરકારના ગોબરધન પ્રોજેકટથી આવી ક્રાંતિ, 7600ના લક્ષ્યાંક સામે 7147 બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા

ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે

Update: 2023-08-24 11:12 GMT

ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે.જેના થકી નાગરિકોને વાર્ષિક ₹ 12 થી 25હજારની બચત થઈ રહી છે.

ગોબરધન યોજના વર્ષ 2018માં અમલી બનેલી જેનો ઉદેશ્ય હતો ખેડૂતો અને પશુપાલકોની આવક વધારી, ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવવા.ગુજરાતમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે. ગોબરધન યોજના સ્થાપવા ₹ 37000ની સહાય આપવામાં આવે છે જ્યારે 5 હજાર લાભાર્થીએ લોકફાળાના ભાગરુપે આપવાના હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની આવક વધારીને તેમને આત્મનિર્ભર બનાવવામાં બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.

Tags:    

Similar News