ગુજરાતમાં "સુજલામ સુફલામ જળ અભિયાન"નો ફેબ્રુઆરી–2023થી કરાશે પ્રારંભ, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય...

Update: 2022-12-28 15:44 GMT

છેલ્લા 5 વર્ષમાં જળ સંગ્રહના 74,500થી વધુ કામો

જળ સંગ્રહ ક્ષમતામાં 86,000 લાખ ઘનફૂટનો વધારો

33 જિલ્લાઓમાં 26,900થી વધુ તળાવો ઉંડા કરાયા

ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને ધ્યાનમાં રાખી આગામી વર્ષથી આ અભિયાનને ફેબ્રુઆરી માસથી શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. આ અભિયાનના 5 તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં જળ સંગ્રહના લગભગ 70 હજારથી વધુ કામ થયા છે. જેના પગલે જળ સંગ્રહની ક્ષમતામાં 86 લાખ ઘન ફૂટ જેટલી વૃદ્ધિ થઈ છે. આ અભિયાન હેઠળ તમામ 33 જિલ્લાઓમાં 26 હજારથી વધુ તળાવો ઉંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આ સાથે જ વર્ષ 2022માં અત્યાર સુધીના સૌથી વધુ 17,800થી વધુ વિકાસના કામો પણ રાજ્ય સરકારે પૂર્ણ કર્યા છે.

Tags:    

Similar News