સુરેન્દ્રનગર : ભલગામડામાં દશેરા પર્વે ગુજરાતના સૌથી ઊંચા ત્રિશુલની સ્થાપના કરાય…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે આજે દશેરાના પાવન અવસરે વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી.

Update: 2022-10-05 12:36 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે આજે દશેરાના પાવન અવસરે વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગેટ નજીક આવેલ ભીમનાથ મંદિર ખાતે દશેરાના પાવન અવસરે વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી. અંદાજે 125 ફૂટ ઊંચા ગુજરાતનું સૌથી વિશાળ ત્રિશુલની શાસ્ત્રોક્ત વિધિ સાથે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી. ત્રિશુલની પૂજા અર્ચના કર્યા બાદ દર્શન અર્થે પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વિશાળ ત્રિશુલની ઊંચાઈ 125 ફૂટ અને તેના સ્થંભનો વજન અંદાજે 2 ટન જેટલો છે, ત્યારે ભલગામડાની જનતાને આજે દશેરા પર્વે એક અનોખી ભેટ મળી છે.

Tags:    

Similar News