ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા!

Update: 2024-03-19 15:15 GMT

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે, ત્યારે ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમ ગુજરાત યુનિવર્સિટી પહોંચી હતી. ટીમે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી સાથે જ કુલપતિ સાથે બેઠક પણ કરી.

બેઠક બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગામ્બિયા હાઈકમિશન ખુશ છે. DCM તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિની ટીમે યુનિવર્સિટી તેમજ વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી

Tags:    

Similar News