આંખના ઇન્ફેકસનથી બચવા અજમાવો આ અસરકારક નુસખા, નહીં લાગે eye flu…..

Update: 2023-07-28 11:56 GMT

હાલમાં રાજ્યમાં આઈ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં આંખમાં સોજો આવવો, લાલાશ દેખાવવી સાથે દર્દ થવા જેવા અનેક લક્ષણો પણ જોવા મળે છે. તેને મેડિકલ ભાષામાં પિન્ક આઈ ઇન્ફેકશન કે કંજકટીવાઈટિસ પણ કહેવામા આવે છે. તેમાં આંખમાંથી સતત પાણી નીકળે છે અને આંખમાં દર્દ અને બળતરા થાય છે. 

આ સંક્રમણ ઓછામાં ઓછું એક અઠવાડીયા સુધી રહે છે. વધતાં ઇન્ફેકસનના પ્રકોપથી તમે બચવા ઈચ્છો છો તો પહેલા કેટલીક સાવધાની રાખો અને પછી જાણો કે શિકાર બન્યા પછી તેને કેવી રીતે નાબૂદ કરવો.

કઈ કઈ સાવચેતી રાખશો....

1. પહેલા તો જો તમારી આસપાસ કોઈને આઈ ઇન્ફેકશન છે તો તેમનાથી દૂર રહો. કારણ કે તેમના સંપર્કમાં આવવાથી તમે પણ તેનો શિકાર બની શકો છો.

2. સંક્રમિત વ્યકતીના કપડાં અને તેના રુમાલથી પણ દૂર રહો. તેના પ્રભાવમાં તમે આવશો તો તમે પણ આઈ ઇન્ફેકશનનો શિકાર બનશો.

3. જો તમારી આંખ આવી ગઈ છે તો તડકામાં નિક્ળવાનું ટાળો અને સનગ્લાસનો ઉપયોગ કરો. આ સિવાય તમે કઈ પણ અડયા બાદ તરત જ હાથ ધોવાનું રાખો અને સતત લોકોથી અંતર બનાવીને રાખો.

આ ઘરેલુ ઉપાયો તમને આઈ ઇન્ફેકસનથી બચાવશે....

1. જો તમારી આંખો સંક્રમિત છે તો તમે ગરમ શેકથી પણ રાહત મેળવી શકો છો. એક બાઉલમાં ગરમ પાણી લો તેમાં રૂમાલ કે નેપકિન પલાળીને રાખો અને આંખ પર લગાવો

2. આ સિવાય તમે ઠંડા પાણીનો પણ શેક કરી શકો છો. તેનાથી ઇન્ફેકસનના લક્ષણો ઓછા થાય છે. આ માટે તમે એક કપડાને ઠંડા પાણીમાં પલાળીને આંખ પર લગાવો. આંખને જોરથી ન દબાવો. આંખ પર સીધો બરફ ના લગાવો.

3. કેસ્ટર ઓઇલમાં એંટી ઇન્ફ્લેમેંટરી ગુણ હોય છે. જે આંખના સોજાને ઘટાડે છે. તો આંખની ફરતે તમે આ તેલ લગાવીને માલીસ કરી શકો છો.

Tags:    

Similar News