ડાંગના સાપુતારા ખાતે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા 'મેઘમલ્હાર પર્વ'ની શરૂઆત, પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીએ લીલી ઝંડી આપી

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે.

Update: 2022-07-30 11:31 GMT

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે.

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી, આ ફેસ્ટિવલનું આજે પણ એટલા જ ઉત્સાહથી આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2022માં આયોજિત મોનસૂન ફેસ્ટીલવને મેઘમલ્હાર પર્વનું નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

એક માસ સુધી ચાલનારા આ પર્વનું ઉદ્ઘાટન સ્વાગત સર્કલ ખાતેથી એક પરેડ રૂપે કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગી નૃત્ય, પંજાબી નૃત્ય, રાજસ્થાની નૃત્ય સાથે સીધી કલાકાર લોકોનું મનોરંજન કર્યું હતું. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સાથે સાપુતારા ખાતે નવા મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, બોટિંગ, જેટી જેવા અનેક પ્રકલ્પનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્ય માંથી નાગલી લાઈવ ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવશે. કોરોના કાળના 2 વર્ષ બાદ ફરી એકવાર મોનસૂન ફેસ્ટિવલના આયોજનને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

Tags:    

Similar News