વલસાડ : વાપીના શૂલપડ વિસ્તારમાં મચ્છરને દૂર કરવા કરેલા ધૂમાડાથી પરિવાર બેહોશ, 1 બાળકીનું મોત....

મળતી માહિતી મુજબ વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા મૂળ બિહારનો એક પરિવાર બારી બારણા બંધ કરી ઘરમાં સૂતો હતો.

Update: 2023-09-24 06:25 GMT

વલસાડમાં વાપીના સુલપડમાં મચ્છરને દુર કરવા કરેલા ધૂમાડાથી આખો પરિવાર બેહોશ થઈ જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા મૂળ બિહારનો એક પરિવાર બારી બારણા બંધ કરી ઘરમાં સૂતો હતો. આ દરમિયાન પાંચ સભ્યોનો આખો પરિવાર બેહોશ થઈ ગયો હતો. જેની જાણ થતાં જ આસપાસના લોકોએ તમામને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડ્યા હતા . બનાવની જાણ થતા જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી . પોલીસના સૂત્રો મુજબ આ પરિવારે સામૂહિક આપઘાત નહીં પરંતુ રાત્રે મચ્છર મારવા કરેલા ધુમાડાને કારણે ગુંગળામણથી પરિવાર બેહોશ થયો હતો.. ઘટનામાં પરિવારની આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે પરિવારના ચાર સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વાપી ટાઉન પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે..

Tags:    

Similar News