વલસાડ : ટેમ્પોમાં ડ્રમની આડમાં લઈ જવાતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

Update: 2023-08-03 14:52 GMT

વલસાડની ધરમપુર ચોકડી નજીકથી પોલીસે એક ટેમ્પોમાં ડ્રમની આડમાં લઈ જવાતા લાખો રૂપિયાના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. આ સાથે જ એક આરોપીની પણ અટકાયત કરી છે. જોકે, ચોકાવનારી વાત એ છે કે, પોલીસની આંખમાં ધૂળ નાખવા બુટલેગરે આ વખતે અજીબ તરકિબ અજમાવી હતી. જેમાં પ્લાસ્ટિકના ડ્રમમાં પાઉચ પેકિંગમાં દારૂ ભરેલો હતો.

મળતી માહિતી અનુસાર, વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ પોલીસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ધરમપુર ચોકડી નજીકથી પસાર થતાં એક ટેમ્પાને રોકી અંદર તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પામાં ડ્રમ ભરેલા જણાયા હતા. પરંતુ પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી પોલીસે તપાસ કરતા ડ્રમની અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, આ વખતે બુટલેગરોએ બોટલની જગ્યાએ પાઉચ પેકિંગમાં દારૂ ભરેલો હતો. આથી પોલીસની નજરથી બચવા માટે બુટલેગરોએ આ અજીબ તરકીબ અજમાવી હતી. જોકે, તેમ છતાં વલસાડ પોલીસે બુટલેગરોની આ તરકીબને પણ ઝડપી રૂપિયા 6 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી મોટી માત્રામાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાના બનાવ બની ચૂક્યા છે, ત્યારે જિલ્લામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. જોકે, બોર્ડર ચેક પોસ્ટ પર પોલીસ ચેકિંગ વધતા બુટલેગરો દારૂની હેરાફેરી માટે અજીબો ગરીબ તરકીબ અજમાવે છે. જોકે, આ વખતે પણ બોટલની જગ્યાએ પાઉચ પેકિંગમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વલસાડ જિલ્લા પોલીસની સતર્કતાના કારણે લાખો રૂપિયાનો દારૂ ઝડપી બુટલેગરોની ભાજી બગાડી હતી.

Tags:    

Similar News