IBએ આપ્યું ઍલર્ટ, 26મીએ દેશમાં થઇ શકે છે મોટા આતંકી હુમલાઓ

Update: 2016-01-21 06:30 GMT

પઠાનકોટ પર થયેલા આતંકવાદી હુમલા પછી ફરી એક વખત પંજાબ આતંકવાદીઓના નિશાન પર છે. ગુપ્તચર એજેંસિયોને એવી શંકા છે કે 26મી જાન્યુઆરીના રોજ આતંકવાદીઓ ફરીથી એક મોટો હુમલો કરી શકે છે. પંજાબ સરકારને ઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે અને એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગણતંત્રના દિવસે રેલવે સ્ટેશન અને બસ સ્ટેંડ જેવા જાહેર સ્થળોને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. ગુપ્તચર એજેંસીઓના ઍલર્ટ પછી પંજાબ સરકારે તમામ સ્થળો પર સુરક્ષા કડડ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016ની શરૂઆતમાં જ પંજાબના પઠાનકોટ પર થયેલા આતંકવાદી હુમલા પછી પોલીસ અને સરકાર કોઇ પણ પ્રકારની ચુક કરવા માંગતી નથી.

Similar News