ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકાના વઢેવાડ ગામે મહિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં 6 આરોપીયોને આજીવન કેદ ની સજા ફટકારતી કોર્ટ.

Update: 2016-03-16 02:30 GMT

ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકાના વઢેવાડ ગામે તારીખ04-04-2013 ના રોજ લીલાબહેન બાબુભાઈ વસાવા ઉં.વ.20 નાઓએ પોતાના ઘરના વાડામાં ન્હાવા માટે બનાવેલ નાવણીયા મુદ્દે પડોશીયો સાથે તકરાર થઇ હતી.અને તેણીના પડોશીયોએ ઉશ્કેરાય જઈને લીલા વસાવા ને તેણીના કાકી સવિતાબહેન ના ઘરપાસે પકડીને કેરોશીન છાંટીને દીવાસળી ચાંપી જીવતીજ સળગાવી દીધી હતી.

ગંભીર રીતે દાઝી ગયેલ લીલા ને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તારીખ 14-04-2013 ના રોજ તેણીનું કરુણ મોત નીપજ્યું હતું.

બનાવ સંદર્ભે ઝગડિયા પોલીસે આરોપીયો જીતેન્દ્ર દેવજી વસાવા,રમણ રણજીત વસાવા,રમીલા જીતેન્દ્ર વસાવા,રણજીત દેવજી વસાવા,હરીશ દેવજી વસાવા,ધનીબહેન દેવજી વસાવાનાઓ વિરુધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 307,302,114 મુજબ ફરિયાદ નોધી તમામની ધરપકડ કરી હતી.

આ કેસ અંકલેશ્વરના એડીશનલ સેસન્શ કોર્ટના જજ એસ.બી.ક્રિશ્યનની કોર્ટ માં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ચંદ્રકાંત ચાનાવાલા ની ધારદાર દલીલો તેમજ પુરાવાઓને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓ ને આજીવન કેદની સજા ફટકારી હતી.

Tags:    

Similar News