લોકોનું સમર્થન ન મળવા પર ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: સ્વાસ્થ્ય મંત્રાલય

Update: 2020-03-31 12:40 GMT

કોરોના વાઇરસની વર્તમાનની પરિસ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાઇરસના સંક્રમણને લઇ વડાપ્રધાન મોદીએ વિદેશ સ્થાયી થયેલા 130 રાજદુત સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું કે એક કમિટિની રચના કરી છે, જે રિસર્ચને આગળ વધારવાનું કામ કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે વિદેશ મંત્રાલયે દેશમાં જીવન જરૂરીયાતની વસ્તુઓને વધારવા દક્ષિણ કોરિયા, તુર્કી અને વિયતનામ પાસેથી મદદ લઇ રહી છે. ભારતીય સંરક્ષણ અનુસાર દેશ સ્થાયી સમીતીઓ સાથે મળી અને માસ્કનો જથ્થો વધારવાનું કામ કરી રહી છે.

દિલ્હી સરકારે કલેક્ટર, કોર્પોરેટર અને પોલિસને મહામારી રોગ હેઠળ એક આદેશ બહાર પાડ્યો છે, જેમાં એ મિલ્કત જોવામાં આવી રહી છે જેમાં મકાન માલિક ડોક્ટર અને નર્સને સંપતિ ખાલી કરવા મજબુર કરી રહ્યાં હોય. તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Tags:    

Similar News