ભરૂચ : હિન્દુસ્તાન યુનિલિવર લિ. દ્વારા પ્રા. શાળાના વિદ્યાર્થીઓને “સ્વચ્છ આદત, સ્વચ્છ ભારત” પુસ્તિકાનું વિતરણ કરાયું

Update: 2020-03-04 11:44 GMT

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપની દ્વારા ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓને “સ્વચ્છ આદત, સ્વચ્છ ભારત”ની પુસ્તિકાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

“સ્વચ્છ આદત, સ્વચ્છ ભારત” પુસ્તિકા દ્વારા બાળકોને પાંચ સારી આદતો શીખવાડવામાં આવશે. જેમાં દરેક બાળકોએ 21 દિવસનો કોર્ષ પૂર્ણ કરવાનો રહેશે. આપણું ભારત સ્વચ્છ ભારત બને તે માટે બાળકોને નાનપણથી જ સ્વચ્છતા માટે જ્ઞાન આપવામાં આવે તે માટે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપની દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છ આદત, સ્વચ્છ ભારત”ની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવશે. જેમાં બાળકો માટે 21 દિવસનો કોર્ષ પણ શરૂ કરવામાં આવનાર છે.

Similar News