T20 વર્લ્ડ કપ, IND vs ENG : સેમિફાઇનલમાં ભારતની શરમજનક હાર, ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું.!

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Update: 2022-11-10 11:17 GMT

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવ્યા હતા.

સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબ ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.

Tags:    

Similar News