આસામ: અલકાયદા સાથે જોડાયેલ 34 લોકોની પોલીસે કરી ધરપકડ,વાંચો શું થયો ખુલાસો

ઉત્તર પૂર્વના રાજ્ય આસામ પોલીસે અલ કાયદા સાથે કનેક્શન ધરાવતા 34 લોકોની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

Update: 2022-08-26 05:50 GMT

ઉત્તર પૂર્વના રાજ્ય આસામ પોલીસે અલ કાયદા સાથે કનેક્શન ધરાવતા 34 લોકોની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પોલીસે આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાને આરોપમાં 34 થી વધુ લોકોની ધરપકડ કરી છે રાજ્યના પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ લોકો આતંકી સંગઠન સાથે જોડાયેલા છે.તાજેતરમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે આસામ ઝડપથી જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, જેહાદી વિચારધારા આતંકવાદી અથવા ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરતાં અલગ અને વધુ ખતરનાક છે અને અમારી પોલીસ આ તમામ લોકોને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે 34 લોકોની ધરપકડ બાદ આસામ ના ડીજીપી જણાવ્યું હતું 34 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજ્યની પોલીસ આવા ષડયંત્રને સફળ થવા દેશે નહીં. બાંગ્લાદેશ દ્વારા કેટલાક આર્મી તાલીમ શિબિર સ્થાપવામાં આવી છે રાજ્યમાં કેટલાક નવા જૂથ ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું, "આસામમાં મદરેસા ના વિવિધ પ્રકારના જૂથો છે. કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે

Tags:    

Similar News