અથિયા શેટ્ટી-કેએલ રાહુલે કર્યા લગ્ન : સુનિલ શેટ્ટીએ કહ્યું, સત્તાવાર રીતે સસરો બની ગયો..

લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.

Update: 2023-01-23 14:41 GMT

અથિયા શેટ્ટી તથા કેએલ રાહુલનાં લગ્નની વિધિ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ 'જહાન'માં થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરી હતી. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા. અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા.

Delete Edit


Tags:    

Similar News