ભરૂચ : આમોદ પાલિકામાં ભંગારની હરાજીમાં પ્રમુખ-કારોબારી અધ્યક્ષે રૂ. 1.50 લાખની કટકી લીધાનો ખુલાસો થતાં ખળભળાટ

Update: 2024-03-20 14:53 GMT

આમોદ નગરપાલિકામાં ભંગારની હરાજીનો મામલો

પ્રમુખ-કારોબારી અધ્યક્ષે કટકી ખાધી હોવાનો આક્ષેપ

આમોદ નગરપાલિકાના વિપક્ષ નેતાએ કર્યો આક્ષેપ

રૂ. 1.50 લાખની કટકીનો ખુલાસો થતાં ખળભળાટ

રૂપિયા ભરપાઈ કરી દીધા હોવાનો એજન્સીનો ખુલાસો

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી. જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી રૂ. 5.50 લાખની આવક પ્રાપ્ત થઈ હતી. પરંતુ એજન્સી દ્વારા તા. 11 મે 2023ના રોજ રૂ. 3.60 લાખ જ ઓનલાઇન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે, બાકીની રકમ જમા કરવામાં આવી નથી. જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વીજીલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

જે તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્ય અધિકારીને જાણ કરતા તા. 5મી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ ભંગારની હરાજીના બાકી રૂપિયાનો મુદ્દો ચગ્યો હતો, ત્યારે ભંગારની હરાજી લેનાર એ.એમ.કોલસાવાલાએ તા. 14મી માર્ચના રોજ આમોદ નગરપાલીકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, 3,60,933 રૂપિયા ઓનલાઇન જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 1,50,000 રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશ પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ, નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા. જોકે, રૂપિયા 1,50,000 જમા કરાવ્યા, ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ દિન સુધી રસીદ આપવામાં આવી નથી.

Tags:    

Similar News