ભરૂચ : ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, જુઓ શું છે મુર્તિની વિશેષતા

Update: 2023-07-17 07:29 GMT

ભરૂચમાં મેઘ ઉત્સવની તૈયારી

અમાષના દિવસે મેઘરાજાની પ્રતિમાની કરાય સ્થાપના

સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું સ્થાપન કરાયું

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે.

ભરુચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે.છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે. છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડાપાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી. મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે.

Tags:    

Similar News