MPમાં BJPનો સંકલ્પ પત્ર જાહેર,ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ધો.12 સુધી અને છોકરીઓને PG સુધી મફત શિક્ષણ

Update: 2023-11-12 05:04 GMT

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ગરીબ, ખેડૂતો સહીત લગભગ દરેક વર્ગના લોકોને સાધવામાં આવ્યા છે. લાડલી બહેનોને પાકા ઘરનું વચન આપવામાં આવ્યું છે, ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને KGથી ધો.12 સુધીનું શિક્ષણ મફત અને વિદ્યાર્થિનીઓને પીજી સુધીનું મફત શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે.ખેડૂતોને આકર્ષવા માટે, ભાજપે ઘઉં અને ચોખાને સારા ભાવે ખરીદવાની અને સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન સાથે નાસ્તો આપવાની પણ વાત કરી છે. ભોપાલ - ઈન્દોર બાદ જબલપુર અને ગ્વાલિયરમાં પણ કમિશનરેટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની જેમ મધ્યપ્રદેશના દરેક પ્રદેશમાં મધ્યપ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIIT) શરુ કરવામાં આવશે. ગરીબો, ખેડૂતો અને સમાજના દરેક વર્ગ માટે અલગ-અલગ વચનો આપવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભોપાલમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો.અગાઉ નડ્ડાએ કહ્યું હતું કે, 'અન્ય રાજકીય પક્ષો 'વાયદો કરો અને ભૂલી જાઓ'ની નીતિ પર કામ કરે છે, પરંતુ ભાજપમાં એવું નથી. તેના પર દેખરેખ અને અમલ કરવાનું કામ પાર્ટી કરે છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'સંકલ્પ પત્રને સાચી ભાવનાથી અમલમાં લાવવાનું કામ કરવામાં આવશે.'આ જ રીતે, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની જેમ સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SIMS) શરૂ કરવામાં આવશે. સીનિયર સિટીઝન અને વિકલાંગ નાગરિકોને રૂ. 1500. માસિક પેન્શન આપવામાં આવશે. હાલમાં તે રૂ. 600 છે. છે. 100 રૂ 100 યુનિટ વીજળી આપશે.ભોપાલના કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટર (મિન્ટો હોલ)માં આયોજિત આ કાર્યક્રમમાં સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ જયંત મલૈયા, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News