સાવધાન ! દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 76 હજારને પાર

દેશમાં ફરીવાર કોરોના ધીમી ગતિએ વધી રહ્યો છે કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસ સામે આવ્યા છે

Update: 2022-06-20 05:35 GMT

દેશમાં ફરીવાર કોરોના ધીમી ગતિએ વધી રહ્યો છે કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસ સામે આવ્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવી છે તેની સાથે જ એક્ટિવ કેસ દેશમાં વધીને 76,700 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમા 4226 નો વધારો થયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક સંક્રમણ દર વધારે 4.32 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર હાલમાં પણ 2.62 ટકા છે. દેશમાં કોવિડ 19 ના છેલ્લા સાત દિવસમાં લગભગ 80,000 નોંધાયા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે છે. તો વળી આ અગાઉના અઠવાડિયાની સરખામણીએ નવા કેસોમાં 62 ટકાનો વધારો નોંધાયો છે મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 8537 લોકો બિમારીમાંથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં કોવિડ વેક્સિન 196 કરોડથી પણ વધારે ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,80,136 ડોઝ આપવામાં આવ્યા છે. ઉપરાંત 24 કલાકમાં 2,96,050 કોરોના ટેસ્ટ પણ કરાવામાં આવ્યા છે. આમ છેલ્લા કેટલાક દિવસથી કોરોના દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે 

Tags:    

Similar News