કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો,વાંચો કેમ લેવાયો નિર્ણય

Update: 2024-05-05 04:04 GMT

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જોકે આ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (MEP) 550 ડોલર એટલે કે લગભગ રૂ 45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે, એટલે કે નિકાસ કરવા માટે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી રૂ. 45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ.આ આદેશ આજથી જ અમલમાં આવ્યો છે અને આગામી આદેશ સુધી માન્ય રહેશે.

આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.ત્રીજા તબક્કાના મતદાન પહેલાં ડુંગળીના એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવાયો ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ એ પછી બીજા દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ગયા મહિને જ સરકારે ડુંગળી પરના એક્સપોર્ટ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો.

Tags:    

Similar News