અદાણી ગ્રુપ દ્વારા દાન પુણ્ય, અધધ આટલા કરોડ જેટલી જંગી રકમ કરશે દાન..

ગૌતમ અદાણીના 60 માં જન્મદિવસ અને પિતા શાંતિલાલ અદાણી ની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડ જેટલી જંગી રકમ દાનની જાહેરાત કરી છે.

Update: 2022-06-24 05:52 GMT

દેશના દિગ્ગજ બિઝનેસમેન અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ માતબાર રકમના દાનની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીના 60 માં જન્મદિવસ અને પિતા શાંતિલાલ અદાણી ની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડ જેટલી જંગી રકમ દાનની જાહેરાત કરી છે.

દેશમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ એ આજના સમયની આગવી જરૂરિયાત છે. જેમાં રહેલી ખામીને પગલે ધર્યા પરિણામો ન મળતા અદાણી પરિવારે જરૂરિયાતોને ધ્યાને લઇને દાન આપવાની દીશામાં નિર્ણય કર્યો છે. દાનની રકમ નો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે ગૌતમ અદાણી નો 60 મો જન્મદિવસ અને તેમની પ્રેરણા નો અખૂટ સમુદ્ર સમાન તેમના પિતા શાંતિલાલ અદાણી 100 મી જન્મ જયંતિ ના વર્ષ છે. ત્યારે આ અવસરે અદાણી પરિવારે પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવી છે. અને 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂપિયા વાપરવામાં આવશે.અદાણી પરિવારનું આ યોગદાન આગામી સમયમાં દેશ માટે મહત્વનું સાબિત થશે. જેને લઇને ગૌતમ અદાણીની આ જાહેરાતને અગ્રણી ઉદ્યોગકારો સામાજિક આગેવાનો સહિત ચારેકોરથી આવકાર મળી રહ્યો છે અને તેમની પરોપકારની ભાવના બિરદાવવામાં આવી રહી છે.

Tags:    

Similar News