અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ, અનામત સમાપ્ત કરવાની કરી વાત !

Update: 2024-04-29 04:20 GMT

રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી છે. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો છે.

આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે અમિત શાહે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી. જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તે નકલી છે. ભાજપે આરોપ લગાવ્યો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી.

Tags:    

Similar News