ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Update: 2022-10-13 06:48 GMT

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 16 ઓક્ટોબરથી ફરીવાર ગુજરાતની મુલાકાત લેશે. આમ કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા સજ્જ થઈ ગયું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ત્યારે 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.મહત્વનું છે કે, ચૂંટણીની તારીખ ધનતેરસ અથવા લાભપાંચમના દિવસે જાહેર થઇ શકે છે, ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 અથવા 30 નવેમ્બરે યોજાઈ શકે છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. બે તબક્કામાં મતદાન થયા બાદ તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી થઈ શકે છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

Tags:    

Similar News