100 ટકા કેપેસિટી સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભરી શકશે ઊડાન; નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી

Update: 2021-10-13 04:51 GMT

હવે વિમાન 100% મુસાફરો સાથે ઘરેલુ ઉડાન ભરી શકશે. મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક ફ્લાઇટ્સને 100 ટકા મુસાફરોની ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપી હતી. અત્યાર સુધી, સંપૂર્ણ ક્ષમતા ધરાવતા માત્ર 85 ટકા મુસાફરો એક જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા. જોકે, હવે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

વૈશ્વિક કોરોના મહામારીના કારણે સરકારે ફ્લાઇટમાં મુસાફરોની ક્ષમતા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ગયા મહિનાની 18 મી તારીખે મંત્રાલયે 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી, જે હવે 100 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રમમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની માર્ગદર્શિકા પહેલાની જેમ વિમાન અને એરપોર્ટ પર હજુ પણ અનુસરવામાં આવશે. મુસાફરી દરમિયાન, કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આદેશ અનુસાર, એરલાઇન્સ 18 સપ્ટેમ્બરથી તેમની 85 ટકા કોવિડ પહેલાની સ્થાનિક સેવાઓ ચલાવી રહી છે. એરલાઇન્સ 12 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર વચ્ચે તેમની 72.5 ટકા કોવિડ પહેલાની સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. 5 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે આ મર્યાદા 65 ટકા હતી. 1 જૂનથી 5 જુલાઈ વચ્ચે આ મર્યાદા 50 ટકા હતી.

મહત્વનુ છે કે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મે 2020થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ સિવાય સિલેક્ટેડ દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઈ 2020થી ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે.

Tags:    

Similar News