ઇન્દોર : વાવ દુર્ઘટનામાં 35 ના મોત, મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 હતભાગી કચ્છના નખત્રાણાના, વેપારી મંડળે જાહેર કર્યો શોક સંદેશ

મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 લોકો મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના અને પાટીદાર સમાજના છે.

Update: 2023-03-31 11:43 GMT

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગઈકાલે રામનવમીના પ્રસંગે બ્લેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલી રહેલી ધાર્મિક ઉજવણી દરમિયાન વાવના પગથિયાની છત ધરસાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છત પર બેઠેલા તમામ લોકો પાણી ભરેલી વાવમાં પડી ગયા હતા. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 35 જેટલા ભાવિકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 લોકો મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના અને પાટીદાર સમાજના છે. જેઓ વર્ષોથી ઇન્દોર ખાતે વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. એવા હતભાગીઓના આકસ્મિક અવસાનથી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ સાથે નખત્રાણા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. નખત્રાણા વેપારી મંડળ દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ માટે શોક સંદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News