લોકસભા ચૂંટણી 2024 : અમદાવાદ ખાતે PM નરેન્દ્ર મોદી કર્યુ મતદાન, સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ

Update: 2024-05-07 05:21 GMT

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 લોકસભા બેઠક જ્યારે 5 વિધાનસભા બેઠક પર મતદાન યોજાનાર છે. પોતાનો કિંમતી મત આપવા માટે વડાપ્રધાન મોદી મોડી રાત્રો ગુજરાત આવી પહોંચ્યા હતા.

રાત્રી દરમ્યાન તેઓએ રાજભવન ખાતે રોકાયા હતા. તેમજ સવારે મતદાન કરવા માટે રાજભવનથી નીકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.


Tags:    

Similar News