મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર, "400 શું 200 બેઠક પણ નહીં જીતી શકે"

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

Update: 2024-04-21 03:25 GMT

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, ચૂંટણી પંચે દેશના સંસાધનોનો ઉપયોગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ માટે પ્રચાર કરવા માટે 7 તબક્કાની ચૂંટણીની યોજના બનાવી છે.મમતાએ કહ્યું છે કે ભાજપ 400 સીટો જીતવાનો દાવો કરી રહી છે. પાર્ટી 200 સીટો પણ જીતી શકશે નહી. દક્ષિણથી લઈને ઉત્તર સુધીના મોટાભાગના રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન ઘણું નબળું રહેશે. કેન્દ્રીય દળો પર આધાર રાખીને કોઈપણ પક્ષ ચૂંટણી જીતી શકતો નથી. અમે CBI, ED અને NIAથી ડરતા નથી. ભાજપ આ એજન્સીઓનો ગમે તેટલો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે, તે દિલ્હી (કેન્દ્ર)માં ફરી સત્તા પર નહીં આવે.

Tags:    

Similar News