મધ્યપ્રદેશના નવા CM તરીકે મોહન યાદવ પર લાગી મહોર, ધારાસભ્ય દળની બેઠકમાં આપવામાં આવી મંજૂરી

મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.

Update: 2023-12-11 11:47 GMT

મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી મોહન યાદવે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા હતા. મોહન યાદવને 95699 વોટ મળ્યા જ્યારે ચેતન પ્રેમનારાયણ યાદવને 82758 વોટ મળ્યા. મળતી માહિતી પ્રમાણે મોહન યાદવ આરએસએસના ખૂબ નજીકના નેતાઓમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 2013માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. મધ્યપ્રદેશના નવા સીએમ: મોહન યાદવ તો બીજી તરફ નરેન્દ્ર સિંહ તોમર સ્પીકર હશે; બે ડેપ્યુટી સીએમ- જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટીએ રાજ્યમાં બે ડેપ્યુટી સીએમ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. જગદીશ દેવડા અને રાજેશ શુક્લા ડેપ્યુટી સીએમ હશે. તે જ સમયે, પાર્ટીએ નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવવાનો નિર્ણય લીધો છે.મધ્યપ્રદેશના નવા સીએમ તરીકે મોહન યાદવ પર લાગી મહોર, ધારાસભ્ય દળની બેઠકમાં આપવામાં આવી મંજૂરી

Tags:    

Similar News