અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારતી NIA કોર્ટ,શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાય

અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. અગાઉ યાસીનને NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી હતી.

Update: 2022-05-25 12:56 GMT

અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. અગાઉ યાસીનને NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી હતી. યાસીન સામે પાકિસ્તાનનું સમર્થન કરી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફન્ડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાને લગતા વિવિધ કેસ હેઠળ આ સજા કરવામાં આવી છે.

બીજી બાજુ સજા અગાઉ પટિયાલા હાઉસ કોર્ટની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જ્યારે શ્રીનગરના અનેક બજારો બંધ થઈ ગયા છે. લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

Tags:    

Similar News