યુટ્યુબ પર પીએમ મોદી નંબર 1: વિશ્વના મોટા નેતાઓને પાછળ છોડીને સબસ્ક્રાઈબર એક કરોડને પાર,જાણો કોણ છે અન્ય નેતાઓ..?

ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી લઈને લિંક્ડઈન સુધી પીએમ મોદીના એકાઉન્ટ છે.

Update: 2022-02-01 10:44 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ડિજિટલ દુનિયામાં ઘણી આગળ છે. ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકથી લઈને લિંક્ડઈન સુધી પીએમ મોદીના એકાઉન્ટ છે. પીએમ મોદી યુટ્યુબ પર પણ ખૂબ લોકપ્રિય છે.

તમે તેમના સબ્સ્ક્રાઇબર્સ પરથી આનો અંદાજ લગાવી શકો છો. યુટ્યુબ પર પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા દેશના અન્ય અગ્રણી નેતા કરતા વધુ છે. યુટ્યુબ પર નરેન્દ્ર મોદી ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 મિલિયન એટલે કે એક કરોડથી વધુને પાર કરી ગઈ છે. નરેન્દ્ર મોદી ચેનલ પર અત્યાર સુધીમાં 15,477 વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.

યુટ્યુબ પર ટોચના વૈશ્વિક નેતાઓના સબ્સ્ક્રાઇબર્સ :

નરેન્દ્ર મોદી (ભારત) - 1 કરોડ

જેયર બોલ્સોનારો (બ્રાઝિલ) - 36 લાખ

એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર (મેક્સિકો) – 30.7 લાખ

જોકો વિડોડો (ઇન્ડોનેશિયા) – 28.8 લાખ

જો બિડેન (યુએસએ) - 7.03 લાખ

નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણી પણ છે. ગયા વર્ષે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પીએમ મોદી ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બની ગયા છે

Tags:    

Similar News