PM મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ભગવાન રામલલ્લાના દર્શન કરી કરશે રોડ શો

Update: 2024-05-05 05:06 GMT

લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે અયોધ્યા જશે. વાત જાણે એમ છે કે, આજે PM મોદી અયોધ્યામાં પહેલા ભગવાન રામલલાના દર્શન કરશે અને પછી રોડ શો કરશે. આ પહેલા PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે અયોધ્યામાં રોડ શો કર્યો હતો.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2024 વચ્ચે PM મોદી પહેલીવાર અયોધ્યા જઈ રહ્યા છે.વડાપ્રધાન મોદી હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરરોજ તેઓ દેશના વિવિધ ભાગોમાં રોડ શો અને ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ રવિવારે એટલે કે 5 મેના રોજ અયોધ્યા પહોંચી રહ્યા છે. જોકે તેઓ ચૂંટણી પ્રચારના સંબંધમાં અયોધ્યા જઈ રહ્યા છે પરંતુ તેમના કાર્યક્રમ પહેલા તેઓ રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરશે.

Tags:    

Similar News