દેશનું પાર્ટનગર દિલ્હી પડ્યું બીમાર, પ્રદૂષણ એટલુ કે શાળાઓ પણ બંધ રાખવા કરવો પડયો આદેશ!

દિલ્હી સરકાર અને એનસીઆરના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે

Update: 2023-11-03 06:51 GMT

દિલ્હી એનસીઆરમાં સવારથી જ ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હીનું હવામાન એવું ખતરનાક હતું કે, લોકોની આંખોમાં અને છાતીમાં જલન થવા લાગી હતી. આ તમામ બાબતે જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયો હતો. કમીશન ફોર એયર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટએ ગુરૂવારે ગ્રેડેડ રિસ્પંસ એક્શન પ્લાનની ત્રીજો સ્ટેજ લાગુ તકરવાના નિર્દેશ કરી દીધો હતો. આ સિવાય CAQMએ દિલ્હી સરકાર અને એનસીઆરના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે.

આ બાદ દિલ્હી સરકારને ગંભીરતા દેખીને આદેશ બહાર પાડ્યો કે, રાજ્યમાં આવતા બે દિવસ સુધી ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલ નહી જાય, તેમજ આ આદેશ તમામ સરકારી અને પ્રાથમિક સ્કૂલોને માનવું પડશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. લગાતાર વધતા પ્રદૂષણને લઈ દિલ્હીના પર્યાવપણ મંત્રી ગોપાલ રાયએ શુક્રવારે બપોરે એક દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ગુરુવારે દિલ્હીના 16 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. મુંડકામાં સૌથી વધુ AQI 453 નોંધાયો હતો.

Tags:    

Similar News