કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં આજથી બે દિવસ વિજકાપ,5 કલાક વીજ પુરવઠો રહેશે બંધ

Update: 2022-12-17 03:41 GMT

કર્ણાટકની રાજધાની બેંગલુરુના લોકોએ બે દિવસ પાવર કટનો સામનો કરવો પડશે. 17 અને 18 ડિસેમ્બર એટલે કે શનિવાર અને રવિવારે શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કાપ રહેશે. આ 2 દિવસમાં લગભગ 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (BESCOM) એ જણાવ્યું કે, કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL) દ્વારા કરવામાં આવી રહેલા મેઇન્ટન્સ કાર્યના કારણે વીજ પુરવઠો બે દિવસ માટે વિક્ષેપિત થશે.

બેંગલુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડે માહિતી આપી છે કે 17 અને 18 ડિસેમ્બરે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે 10 થી બપોરે 3 વાગ્યા રિપેરિંગ સહિતના કેટલાક કામ કરવાના હોવાથી વીજ પૂરવઠો બંધ કરી દેવાશે. બેંગ્લોર કર્ણાટકનું સૌથી મોટું શહેર છે, તેની વસ્તી 1 કરોડથી વધુ છે. તે ભારતનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

Tags:    

Similar News