રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ , રાજ્ય પોલીસ એલર્ટ...

Update: 2022-03-21 05:19 GMT

ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે, જેને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય છે. ગુજરાતને વિકાસના મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. તમામ ટ્રાયલ એન્ડ એરર ગુજરાત ઉપર જ અજમાવવામાં આવે છે, ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. તા. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે, ત્યારે તા. 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિની તા. 24 માર્ચના રોજ દ્વારકાની મુલાકાતે છે. દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈ રહ્યા છે, ત્યારે દ્વારકા મુલાકાત લઈ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિરે પહોચ્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. મંદિરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે પોલીસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્થાન સમિતિની બેઠકમાં કલેક્ટર મુકેશ પંડ્યા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભાવનગર બાદ હવે જામનગર મહેમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે. આગામી તા. 25 માર્ચના રોજ INS વાલસુરા નેવી મથકની મુલાકાત રાષ્ટ્રપતિ લેશે, ત્યારે નેવી અને મહાનગરપાલિકા તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ પહેલા ગત તા. 29 ઓક્ટોબર 2021ને શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી. ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના 3 દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.


Tags:    

Similar News