ગણતંત્ર દિવસની પરેડમાં દેખાયા રામલલા, અયોધ્યા મંદિરની ઝાંખીએ જીત્યા કરોડો દિલ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શંખના અવાજ અને મંત્રોના જાપ વચ્ચે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઇ ગયા છે.

Update: 2024-01-26 09:42 GMT

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને શંખના અવાજ અને મંત્રોના જાપ વચ્ચે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઇ ગયા છે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દરરોજ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદીરમાં દર્શન કરવા માટે પહોચે છે. એવામાં આજે એટલે કે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી દરમિયાન પરેડમાં પણ રામલલાની ઝાંખી જોવા મળી હતી.

આ વખતે પરેડમાં યુપીની ઝાંખીમાં રામલલા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રામલલાની ઝાંખીમાં બે સાધુઓને કળશ સાથે બતાવવામાં આવ્યા હતા. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર યોજાયેલ આ ભવ્ય પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ કર્તવ્ય પથ જોવા મળ્યું હતું. હાલ તેનો વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. અત્યારે આખો દેશ રામલલાની ભક્તિમાં લીન છે એવામાં આ પરેડમાં પણ રામલલાના દર્શન કરવામાં આવ્યા છે. પરેડ દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની કુલ 16 ઝાંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળી હતી તેમાં અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થયો છે.

Tags:    

Similar News